US: હિંસા બાદ ટપોટપ રાજીનામા પડ્યા, Donald Trump ને પણ તાબડતોબ પદેથી હટાવવાની તૈયારી!
ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસીને જોરદાર હોબાળો કર્યો અને તોડફોડ કરી. અમેરિકી સંસદમાં થયેલી બબાલની અસર હવે જોવા મળી રહી છે અને હિંસાને કારણે ગુરુવારે ટ્રમ્પ પ્રશાસનના અનેક મહત્વપૂર્ણ લોકોએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા.
Trending Photos
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ના સમર્થકોએ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસીને જોરદાર હોબાળો કર્યો અને તોડફોડ કરી. અમેરિકી સંસદમાં થયેલી બબાલની અસર હવે જોવા મળી રહી છે અને હિંસાને કારણે ગુરુવારે ટ્રમ્પ પ્રશાસનના અનેક મહત્વપૂર્ણ લોકોએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા.
હોબાળા બાદ ટપોટપ પડ્યા રાજીનામા
કેપિટલ બિલ્ડિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોના હોબાળો બાદ વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સારા મેથ્યુએ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ. આ ઉપરાંત મેલાનિયા ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ સ્ટેફની ગ્રીશને પણ હિંસાના વિરોધમાં પોતાનું પદ છોડી દીધુ છે.
US: ટ્રમ્પ સમર્થકોએ સંસદને બંધક બનાવવાની કરી કોશિશ, આ PHOTOS એ દુનિયાને કરી સ્તબ્ધ
ટ્રમ્પને તરત પદેથી હટાવવાની તૈયારી
જો બાઈડેન 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે અને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળને લગભગ હવે બે અઠવાડિયા જ બચ્યા છે. પરંતુ આ બધા વચ્ચે તેમને તત્કાળ પદેથી હટાવવાની કોશિશ થઈ રહી છે. ડેમોક્રેટિક પાર્ટીના લગભગ બે ડઝનથી વધુ સેનેટરો ફરીથી મહાભિયોગ લાવવાની તૈયારીમાં છે.
વોશિંગ્ટનમાં ઈમરજન્સી
વોશિંગ્ટન પોલીસના જણાવ્યાં મુજબ ગુરુવારે થયેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જેમાં એક મહિલાનું પોલીસની ગોળીથી મોત થયું. વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો ત્યારે ટ્રમ્પ સમર્થકો પાસે બંદૂકો ઉપરાંત અન્ય ખતરનાક ચીજો પણ હતી. અમેરિકાના વોશિંગ્ટનમાં હિંસા બાદ પબ્લિક ઈમરજન્સી લાગુ કરાઈ છે. વોશિંગ્ટનના મેયરના જણાવ્યાં મુજબ ઈમરજન્સીને 15 દિવસ માટે આગળ વધારવામાં આવી છે.
અમેરિકી સંસદમાં ઘૂસી ગયા ટ્રમ્પ સમર્થકો
અમેરિકી સંસદના બંને સદન એટલે કે સેનેટમાં બુધવારે ઈલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી અને બાઈડેનની જીત પર મહોર મારવા માટે બેઠક શરૂ થઈ. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદ બહાર ભેગા થઈ ગયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી. પરંતુ કેટલાક લોકો કેપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા અને મોટા પાયે તોડફોડ કરી. આ દરમિયાન ફાયરિંગ થયું અને એક મહિલાનું મોત પણ થયું. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આ ગોળી કોણે ચલાવી હતી.
શું છે આ સમગ્ર વિવાદ?
અત્રે જણાવવાનું કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી. જેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને 306 ઈલેક્ટોરલ કોલેજ મત અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 232 મત મળ્યા હતા. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી અને સતત આરોપ લગાવતા રહે છે કે ચૂંટણીમાં મોટા પાયે ધાંધલી થઈ છે. જે અંગે અનેક રાજ્યોમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા કેસ પણ કરાયા. પરંતુ મોટાભાગના કેસ કોર્ટે ફગાવી દીધા. હવે ટ્રમ્પ સમર્થકો હિંસા પર ઉતરી આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે